પાટણ
પાટણમાં આવેલી ગુજરાત કો.ઓપ. એગ્રી એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.ની શાખાનાં મેનેજર મહેશ ઉપાધ્યાયે વાઘાભાઇ નામની વ્યક્તિ સામે કોર્ટમાં નેગોસીયેબલ ઇન્સટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ (ચેક રિટર્ન)ની ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો કે, આરોપીએ કે.વી.સી. કૃષિ ધિરાણની લીધેલી લોનનાં ઓવરડચુ હપ્તાની રકમ રૂ. ૧ લાખ ૬૦ હજારની બાકી નિકળતી રકમ ભરતાં ન હોવાથી વારંવાર નોટીસો આપતાં અને રૂબરૂમાં પણ જાણ કરી હતી. ત્યારે આરોપીએ આપેલો ચેક તા. ૨૨-૫ -૨૦૧૫નાં રોજ બેંકમાંથી પાછો ફર્યો હતો આ સંબંધે પણ તેમનાં વકીલ એમ.સી.પટેલને મારફત નોટીસ આપી હતી. બાદમાં પાટણની જ્યુડીસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. પરમારની કોર્ટમાં કેસ ચાલી જતાં તેમણે આરોપીને ૧૦ માસની સાદી કેદની સજા તથા રૂ. ૫હજાર નો દંડ ફટકાર્યો હતો. તથા ચેકની રકમ સહિત રૂ. ૨.૦૮ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ચૂકાદો સંભળાવ્યો ત્યારે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેમની સામે સજા વોરંટ ઇસ્યુ કરાયું હતું.પાટણ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં આરોપીને ૧૦ માસની સાદી કેદની સજા અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ચેકની રકમનાં ૫% વ્યાજ સાથે રૂ. ૨ લાખ ૮ હજારનું વળતર ફરીયાદીને ૬૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો છે.


