પાટણ
પાટણ જિલ્લાના વારાહી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો બતાવી વેપારીઓને ધમકાવી ખંડણીઓ ઉઘરાવવા મામલે નોંધાયેલી એક પોલીસ ફરિયાદે ખંડણીખોરોની ગેંગને પકડી જેલ હવાલે કરી દીધી છે. આ કેસની તપાસ કરી રહેલી પાટણ એસઓજી પોલીસે અગાઉ ૧ આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ તેજ કરતાં આ ગેંગના વધુ ૩ ખંડણીખોરોને પોલીસે દબોચી લીધા છે અને તમની પાસેથી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ પણ જપ્ત કરી છે. વારાહી પોલીસ મથકમાં આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ બે દિવસ અગાઉ પાટણ એસઓજી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જે બાદ પી.આઈ. ચિરાગ ગોસાઈની ટીમે વધુ તપાસ તેજ કરતાં વારાહી વિસ્તારમાં સક્રિય થયેલી ગેંગ જે ગેરકાયદેસર હથિયારો રાખી, વગર કારણે બજારોમાં ઝઘડા ઉભા કરી હથિયારો બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારી ગેંગના વધુ ૩ આરોપીઓને ઝડપી લીધા છે જેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા વધુ ૩ આરોપીઓમાં આસીફ ઉર્ફે માયા પાસેથી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ પણ જપ્ત કરી તેને પુરાવા રૂપે પોલીસ તપાસમાં જાેડી છે. આરોપી નાસીફખાન ઉર્ફે માયા રસુલખાન મહેકે વારાહી વાળો સોશિયલ મીડિયામાં ફાયરિંગના વીડિયો અપલોડ કરી લોકોમાં ખોફ ફેલાવતો હતા.
