પાટણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી નાં મંડળ આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની તારીખ ૧૩. ૨.૨૦૨૨ના રોજ યોજાનાર પરીક્ષામાં પાટણ જિલ્લામાં કુલ ૩૪૮૩૩ ઉમેદવારો પરીક્ષા આપશે. પાટણ જિલ્લાના તમામ શાળા કોલેજ ના બિલ્ડિંગોમાં પરીક્ષા સુચારુરૂપે યોજાય તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેકટર ની દેખરેખ હેઠળ આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેમાં ૧૩ જેટલી બિલ્ડિંગોના ૯૨ બ્લોકમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જાેકે પરીક્ષા સુધીમાં આ અંગેની વ્યવસ્થા થઇ જશે તેવું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા લેવાનારા આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો નોંધાયેલ હોય પાટણ જિલ્લામાં કદાચ પ્રથમવાર ૩૪૮૩૩ જેટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની ફાળવણી કરવામાં આવેલ છે જેને અનુલક્ષીને જિલ્લામાં ૫ સરકારી અને ૫૯ ગ્રાન્ટેડ શાળાઓ અને ૨૦ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ મળી કુલ ૮૪ શાળા બિલ્ડીંગો તેમજ કોલેજાેમાં ૬ સરકારી,૩ ગ્રાન્ટેડ અને ૧૮ સેલ્ફ ફાયનાન્સ મળી ૨૭ કોલેજાે મળી ૧૧૧ બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોના મહામારીની ગાઈડલાઈનનું પાલન કરી એક બ્લોકમાં ૩૦ પરિક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. પરીક્ષા ૨ કલાકની રહેશે, જેનો સમય ૧૧થી ૨ નો રહેશે તેવું જણાવ્યું હતું. આ જાહેર પરીક્ષાના આયોજન અંગે માહિતી આપતા પાટણ જિલ્લા શિક્ષણાધિકારી જયરામ જાેશીએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત આ પરીક્ષામાં પાટણ જિલ્લામાં ૩૪૮૩૩ ઉમેદવારો પરીક્ષા આપનાર છે .જેના માટે જિલ્લાના ચાણસ્મા તાલુકા સિવાય જિલ્લાના અન્ય તમામ ૮ તાલુકાઓમાં અને પાટણ શહેર મળી કુલ ૧૧૧ શાળા-કોલેજાેના બિલ્ડિંગોના ૧૧૬૨ બ્લૉકમાં પરીક્ષાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે . તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લામાં આ પરીક્ષા અંતર્ગત બે ઝોન પાડવામાં આવેલ છે જેમાં પાટણ ઝોનમાં ૭૯ બિલ્ડિંગોમાં ૮૬૯ બ્લોકમાં ૨૬૭૦ પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરેલ છે જ્યારે રાધનપુર ઝોનમાં ૩૨ બિલ્ડિંગોમાં ૨૯૩બ્લોકમાં ૮૦૦૦ ૭૬૩ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
