પાટણ
પાટણના લાખણી તાલુકાની ૭ વર્ષીય પાયલ સુથાર નામની બાળકી પોતાના ગળામાં પહેરેલું પેન્ડલ ગળી ગઈ હતી. છેલ્લા દોઢ મહિનાથી આ બાળકી વેદના ભોગવી રહી હતી. ડીસાના અનેક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે ડીસાના કોઈ વ્યક્તિએ પાટણ ખાતે ડો. વિપુલ યાજ્ઞિકના હોસ્પિટલમાં સારવારની સલાહ આપી હતી. જેને લઈ આ પરિવાર પાટણ આવ્યો હતો. નિષ્ઠા સર્જીકલ એન્ડ રિસર્ચ હોસ્પિટલમાં એક્સરે કરતા નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે આ પેન્ડલ ફસાઈ ગયું હતું. ત્યારે ડો વિપુલ યાજ્ઞિક અને તેમની ટીમ દ્વારા ૪૫ મિનિટની મહેનત બાદ ઓપરેશન વગર કોલોનોસ્ક્રોપી દ્વારા બાળકીના પેટમાંથી પેન્ડલ બહાર કાઢયું હતું. જેને લઈ બાળકીના પરિવારજનોએ ડોક્ટર અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર વિપુલ યાજ્ઞિકે માનવતા દાખવી ઓપરેશન વગર જ બાળકીના પેટમાંથી પેન્ડલ બહાર કાઢ્યું હતું.આરોગ્ય નગરી પાટણમાં અનેક હોસ્પિટલ આવેલા છે અને અહીંના ડોક્ટરોની સારવાર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ત્યારે પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેંટરમાં આવેલા નિષ્ઠા સર્જીકલ એન્ડ રિસર્ચ હોસ્પિટલમાં ૭ વર્ષની બાળકીના પેટમાંથી ગળામાં પહેરવાનું પેન્ડલ ઓપરેશન વગર જ બહાર કાઢવામાં આવ્યું હતું.
