Gujarat

પાટણ જિલ્લા ભાજપ ડોક્ટર સેલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પાટણ
કાયૅક્રમની શરૂઆતમાં પાટણ જિલ્લા ડોક્ટર સેલના સંયોજક ડો. અંબાલાલ પટેલ સહિત તેમની ટીમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૬ કુપોષિત બાળકોને પોષિત આહારની કીટ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપૅણ કરવામાં આવી હતી. કાયૅક્રમની શરૂઆતમાં ડોક્ટર સેલ નાં ડો.અંબાલાલ પટેલે ઉપસ્થિત મહાનુભાવો સહિત પાટણ નાં તબીબો ને આવકાયૉ હતા.તો સિનિયર ડોક્ટરો ને ઉપસ્થિત મહાનુભાવોના વરદ્‌ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણના પૂવૅ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇએ પાટણ જિલ્લા ડોક્ટર સેલની કામગીરી ને બિરદાવી સેવાના લક્ષ સાથે કામ કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના કાયૅ માં પાટણ જિલ્લા ડોક્ટર સેલ સહભાગી બની રહે તેવી આશા વ્યક્ત કરી પાટણના ડોક્ટરોની સાથે રહેવાની નેમ જાહેર કરી હતી. જનસંઘની સ્થાપના સમયે તમામ સમાજાેની સાથે ડોક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે. ત્યારે અન્ય પાર્ટીઓ પારિવારિક બની રહી છે. પાટણ જિલ્લાને મેડિકલ કોલેજની આનંદીબેન પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની દેન છે. તેમણે કુપોષણને દુર કરવા ડોક્ટર સેલ કામ કરશે તેવી અપીલ કરી હતી. ભાજપ માટે ડોક્ટર સેલ કામ કરી રહી છે. ત્યારે જિલ્લાના ડોક્ટરો વધુમાં વધુ ભાજપમાં જાેડાય તે માટે અપીલ કરી જિલ્લામાં ૧૨૫૯ કુપોષિત બાળકોને પોષિત બનાવવા આહવાન કરી ડોક્ટર સેલનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, ગૌરવ મોદી બાબુભાઇ પ્રજાપતિ સહિત પાટણ શહેર સહિત જિલ્લાભર માંથી ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટી પાટણ અને જિલ્લા ડોક્ટર સેલનો વિશ્વ સ્વાસ્થ દિન નિમિત્તે શહેરના શાકાર પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ શહેર અને જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત કઈ રીતે બનાવી શકાય તે માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા ડોક્ટર સેલના પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *