Gujarat

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈને સમર્થન જાહેર કરી વિજયના આશીર્વાદ પાઠવ્યાં

પાટણ
પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડૉ. રાજુલ દેસાઈના સમર્થનમાં પ્રજાપતિ સમાજ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાપતિ સમાજે ડૉ. રાજુલ દેસાઈને ખુલ્લું સમર્થન આપી વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે ડૉ. રાજુલ દેસાઈએ કમળને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી પ્રજાપતિ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડૉ. રાજુલબેન દેસાઈને દરેક સમાજના લોકો તરફથી સમર્થન સાંપડી રહ્યું છે, ત્યારે ગતરોજ પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ડૉ. રાજુલબેન દેસાઈને ખુલ્લું સમર્થન આપી વિજયના આશીર્વાદ પાઠવ્યાં હતા. પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ડૉ. રાજુલબેન દેસાઈને સમર્થન આપવા માટે આયોજિત કરાયેલી સમાજની આ મહત્ત્વની બેઠકને ડૉ. રાજુલબેન દેસાઈ એ સરાહનીય લેખાવી હતી અને પોતાના વિજય વિશ્વાસ સાથે પ્રજાપતિ સમાજના સુખ દુઃખમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી. તેમજ પ્રજાપતિ સમાજના લોકોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી કમળને વિજય બનાવવા સહભાગી બનવા આહ્વાન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ પ્રજાપતિ સમાજની આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ પ્રજાપતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *