Gujarat

પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જાેડાયા શહેરીજનો

પાટણ
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાટણમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે પાટણના મુખ્ય શહેરો પર ફરી હતી. પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પાટણના નાગરિકો સહિત હજારોની જનમેદની તિરંગા યાત્રામાં જાેડાઈ હતી. જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પાટણની એમ એન હાઈસ્કૂલ થી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો જાેડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન ડીજેના તાલે વાગતા રાષ્ટ્ર ભક્તિના ગીતો પર લોકો દેશભક્તિના રંગે રંગાઇ ગયા હતા. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન ત્રણ દરવાજા હિંગળાજ ચાર ચાર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. જે બાદ રેલવે સ્ટેશન પર લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જાેડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ રાષ્ટ્ર ગાન કરી તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જાેડાયા હતા. પાટણવાસીઓ રાષ્ટ્રધ્વજ સાથે ૨ કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. પાટણ ખાતેથી એમ એન હાઈસ્કૂલ થી નીકળેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન ચોકમાં રાષ્ટ્ર ગાન સાથે પૂર્ણ થઈ હતી.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *