Gujarat

પાન દે જેઠી -દીવ પુસ્તકનું વિમોચન કરાયું.. 

દીવ શીષર્ક હેઠળ દીવની ઇતિહાસ આધારીત માહિતીના આધારે 25 જેટલા વિષયો સમાવી લેવામાં આવ્યા.

 

ઊના – ઊનાના રામભાઈ વાળા દ્વારા દિવ્ય ભૂમિ દીવના અતિત આધારિત જુદાજુદા વિષયો સાથે (પાન દે જેઠી) – દીવ શીષર્ક હેઠળ દીવની ઇતિહાસ આધારીત માહિતીના આધારે 25 જેટલા વિષયો સમાવી લેવામાં આવેલ છે. પાન દે જેઠી દીવ પુસ્તકમાં પાનીબાઈ, વાઘેલા વંશના રાજવી, દીવમાં વસવાટ કરતી જ્ઞાતિઓ, હોથલ પદમણી, રૂખડો, તાડ, દીવની સતીઓ, દીવના ગામડાઓ અને સમૂહ લગ્ન, જાલંદર, કાળંગડી જોગમાયા અને વીરાંગના જેઠીબાઈ જેવા ઇતિહાસિક ઘટનાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ પુસ્તક આધારિત પાનીબાઈનો અદ્ભૂત અભિનય બિંદિયાબેન ધ્વરા અને દીવના વિવિધ પરંપરાગત ત્યોહારોની ઝાંખી રજુ કરતી વણાંકબારાની બાળાઓએ નૃત્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

લેખક રામભાઈ વાળાનું આ ચોથું પુસ્તક છે. અને તેમના દરેક પુસ્તકમાં દીવનો ઉલ્લેખ જોવા મળે છે. એનો સીધો અર્થ એ કે લેખકનું દીવ પ્રત્યેનો કાયમી લગાવ અને પ્રેમ દેખાય આવે છે. આ પુસ્તક વીરાંગના જેઠીબાઈને સમર્પિત કર્યું છે. આ વિમોચન પ્રસંગે પૂજ્ય માધવપ્રિય સ્વામી, જયંતિબેન ફૂગરો, પિયુષ મારુ શિક્ષણ અધિકારી દીવ, ઉકાભાઇ વઘાસિયા, લુંભાભાઈ વાજા, એડવોકેટ મહેતા સહીતના બહોળી સંખ્યામાં સાહિત્ય સર્જકો, કવિઓ અને વાંચકો અને ભાવકો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર કનાલાએ કર્યું હતું.

 

-જેઠી-દીવ-પુસ્તકનું-વિમોચન-કરાયું.-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *