Gujarat

પાર્સલની આડમાં દારૂની હેરાફેરીર કરતા ૩ આરોપીની ધરપકડ

અમદાવાદ
રામોલ પોલીસે બાતમીના આધારે રામોલ રિંગ રોડ ટોલ ટેક્સ આગળ જામભણી હોટલના પાર્કિંગમાંથી સુનિલ, વિકાસ જાટ અને નરેશ સોની કન્ટેન્ટર લઈને આવ્યો હતો. તેમને કન્ટેનર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ કન્ટેનરમાં ૫૫૩૨ બોટલ જેની કિંમત ૨,૭૬,૦૦૦ છે તે કબ્જે કર્યો હતો.આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ રાજસ્થાનના ચુરું ખાતેથી લાવ્યા હતા. આ દારૂ અમદાવાદમાં ભવાની સિંહને આપવાના હતા. દારૂ પણ પાર્સલની આડમાં છુપાઈને લઈ જવામાં આવતો હતો. જાેકે રામોલ પોલીસે આરોપી સાથે દારૂ ઝડપી પાડ્યો છે અને ૩ અરોપીની ધરપકડ કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.દારૂબંધી હોવા છતાં રાજ્યમાં રોજ અનેક લીટર દારૂ પકડાય છે, ત્યારે રાજસ્થાનથી અમદાવાદ લઈને આવેલો ટ્રકમાં ભરેલો દારૂ ઝડપાયો છે. રામોલ પોલીસે પાર્સલની આડમાં છુપાઈને દારૂ લઈને આવતા ૩ શખ્સોની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *