Gujarat

પાલનપુરના ઓનલાઇન વીજ બિલ ભરતાં રૂ.૧ લાખ ઉપડાયાનો મેસેજ આવતા મચ્યો ફફડાટ

પાલનપુર
પાલનપુરમાં રહેતા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના પ્રોફેસરે પોતાના સસરાના ઘરનું લાઇટ બિલ ઓનલાઇન ભરવા જતા ખાતામાંથી રૂ.૧ લાખ ગુમાવ્યા હતા. આ અંગે બનાસકાંઠા સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર શક્તિનગર સોસાયટીમાં રહેતા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના પ્રોફેસર પંકજકુમાર ચુનીલાલ જાેશીના સસરા લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતા વાડીલાલ નથ્થુરામ રાજગોરના મોબાઈલ ઉપર ગત માસનું તમારા ઘરનું લાઈટબિલ તાત્કાલિક ભરો નહિતર વીજ કનેક્શન કપાઈ જશે. એવો મેસેજ આવતા સસરાએ પ્રોફેસરને વાત કરી હતી.મેસેજમાં દર્શાવેલ ઇલેક્ટ્રિસિટી ઓફિસરના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરાયો હતો. જેમાં સાયબર ગઠિયાએ હિન્દીમાં વાતચીત કરી મોબાઈલ પ્લે સ્ટોરમાંથી કવિક સ્પોર્ટ (ક્યુ.એસ.) એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જેમાં એલાઉ કરી ગુગલ ઉપર યુજીવીસીએલ વીજળી બિલ પેમેન્ટ લખી સર્ચ કરવાનું કહેવાયું હતું. જે પછી ફ્રી ચાર્જ ઇન નામની વેબસાઇટમાં વીજ ગ્રાહક નંબર નખાવી ઓનલાઇન યુઝરનેમ તથા પાસવર્ડ નાંખીને રૂ.૧૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી તેમના ખાતામાંથી રૂપિયા એક લાખ ઉપડ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં આવેલ ઓટીપી શેર કર્યો ન હોતો, કે કોઈ પ્રોસેસ કરી ન હતી છતાં પણ એક લાખ રૂપિયા ઉપડી જતા તાત્કાલિક એપ્લિકેશન ડીલીટ કરી હતી. અને તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર કોલ કરી ખાતા હોલ્ડ કરાવી દીધા હતા. આ સમગ્ર પ્રક્રિયા તેમના પુત્ર ધ્રુવ પાસે કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *