Gujarat

પાલનપુર પાસેની હોટલમાં એક ટ્રક ઘુસી જતાં ૧નું મોત

પાલનપુર
રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે ધડાકાભેર પાલનપુર આરટીઓ સર્કલ નજીક આવેલી સવેરા હોટલમાં ઘૂસી ગઇ હતી. આ દરમિયાન બેકાબૂ ટ્રકે હોટલની બહાર પાર્ક કરેલી બે કારોને અડફેટે લેતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત હોટલ નજીકના સીસીટીવી કેમરામાં કેદ થઇ ગયો હતો. જેમાં જાેવા મળે છે કે, હોટલની બહાર બે કારો ઉભેલી છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ટ્રક આ બંને કારોને અડફેટે લીધા બાદ પણ અટકતી નથી અને હોટલમાં ધડાકાભેર ઘૂસી જાય છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને બે લોકોને ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હોટલમાં પણ મોટુ નુકસાન થયુ છે. મહત્વનું છે કે, આ પહેલાં પણ આ હોટલમાં બે વખત ટ્રક ઘૂસ્યાની ઘટનાઓ સામે આવેલી છે. આ ત્રીજી ઘટના છે. બનાસકાંઠા જિલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. ગઈકાલે પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર બટાકા ભરેલું ટ્રેક્ટર અને સિમેન્ટ ભરેલા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે અકસ્માતનો ટ્રાફિક નિયંત્રણ કરતા બીજાે અકસ્માત થયો હતો. જેમાં પણ એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.પાલનપુરમાં આરટીઓ ચાર રસ્તા પાસે એક ટ્રક હોટલમાં ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે હોટલ બહાર પાર્ક થયેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો,. આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યાં છે. રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ડ્રાઈવરે કોઇ કારણોસર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત જ્યારે બે લોકોને ઇજાઓ પહોંચી છે.

A-speeding-truck-rammed-two-cars.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *