Gujarat

પાલીતાણાના શેત્રુંજય પર્વત પર તોડફોડના ઘેરા પ્રત્યાઘાત

રાણપુરમાં જૈન સમાજ દ્વારા વેપાર-ધંધા બંધ રાખી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યુ..
રેલીમાં ગિરીરાજ હમારા હૈ,,ગિરીરાજ બચાના હૈ,,નહી ચલેગી નહી ચલેગી તાનાશાહી નહી ચલેગી ના નારા લાગ્યા….
જૈન સમાજનું પવિત્ર તિર્થ ધર્મસ્થાન પાલીતાણાના શેત્રુંજય પર્વત પર થોડા સમય પહેલા તોડફોડ કરી સમસ્ત જૈન સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.શેત્રુંજય પર્વત પર ભગવાન આદીનાથના ચરણ પાદુકા તેમજ રોહીશાળા ઉપર થયેલા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા પાલીતાણા માં હાલ માં ચાલી રહેલ શત્રુંજય ગિરિરાજ ની પવિત્રતા તેમજ સુરક્ષા ને તેમજ વિવિધ અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલ કૃત્યો વગેરે જેવા વિવિધ મુદ્દાઓ ને લઈને રેલી કાઢવામાં આવી હતી અને રાણપુર મામતદાર ને આવેદપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં પાલીતાણા ખાતે શત્રુંજય ગિરિરાજ પર જે સ્થિતિ બની છે તેનાથી સમગ્ર જૈન સમાજમાં ગામોગામ સરકાર તેમજ તંત્ર સામે રોષ ફેલાયોલ છે.સમગ્ર જૈન સમાજ દ્વારા સરકાર ને એક જ વિનંતી છે કે હાલમાં પાલીતાણા ખાતે જે પણ પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં કડક કાર્યવાહી કરી કાયદેસરના પગલાં લે અને હાઇકોર્ટમાં તેમજ સુપ્રીમકોર્ટના ચુકાદાઓ નું સખ્ત પણે પાલન કરાવવામાં આવે તે માંગ સાથે રાણપુરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી રતનચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી મામતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20221223-173519.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *