Gujarat

પાળીયાદમાં વિસામબાપુની જગ્યામાં ફુલવાડી ખાતે વરીયા પ્રજાપતિ જ્ઞાતીના ભવ્ય સમૂહ યોજાયા

સંતો-મહંતોની ઉપસ્થિતીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતીના ૧૧ દિકરી-દિકરાના પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો..
આજરોજ બોટાદ જીલ્લાના પાળીયાદ મુકામે શ્રી ચામુંડા માતાજી મઢ મોકાણી પરીવાર દ્વારા જગત જનની માં ચામુંડા અને પુ.વિસામણબાપુ ની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના આશીર્વાદ થી સમસ્ત બોટાદ ચોવીસી વરિયા પ્રજાપતિ જ્ઞાતિની દીકરીઓ માટે પ્રથમ ૧૧ સમુહ લગ્ન સમારોહ નુ આયોજન પાળીયાદ પુજ્ય વિસામણબાપુ ની જગ્યા ખાતે આવેલ ફુલવાડી મા રાખેલ હોય જેમા ૧૧ નવદંપતીઓ ને આશીર્વાદ આપવા પાળીયાદ જગ્યા ના મહંત પુજ્ય શ્રી નિર્માળાબા માં , જગ્યા ના સંચાલક પુજ્ય શ્રી ભયલુબાપુ , પુજ્ય શ્રી ગાયત્રીબા અને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ પધાર્યા હતા…
જેઓએ આ બોટાદ ચોવીસી વરિયા પ્રજાપતિ સમુહ લગ્ન સમારોહ આયોજન કરેલ એ શ્રી ચામુંડા માતાજી મઢ પાળીયાદ ની કમિટી મા ત્રિભોવનભાઈ ઉકડભાઈ મોકણી,રાઘવભાઈ રતનશીભાઈ મોકાણી,દિનેશભાઇ નાનજીભાઈ મોકાણી,પ્રવીણભાઈ મગનભાઈ મોકાણી,કાનજીભાઈ અરજણભાઈ મોકાણી,વિરજીભાઈ કરસનભાઈ મોકાણી,ધનજીભાઈ વિરજીભાઈ મોકાણી,વિઠ્ઠલભાઈ રવજીભાઈ મોકાણી,ગણેશભાઈ મોહનભાઇ મોકાણી,નારણભાઈ પ્રાગજીભાઈ મોકાણી,સુરેશભાઈ ગોરધનભાઇ મોકાણી દ્વારા સમાજ ને આ એક નવી દિશા આપવાનુ સરસ અને સુંદર કાર્ય કરેલ છે.

IMG-20220210-WA0703.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *