Gujarat

પિઠાઈ  સેન્ટર ની લલ્લુપુરા પ્રા શાળા માં મુખ્ય શિક્ષિકા નો નિવૃતિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.  

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 કઠલાલ તાલુકા ની પિઠાઈ  સેન્ટર ની લલ્લુપુરા પ્રા શાળા માં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શરીફા બેન વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા તેઓનો નિવૃતિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ અવસરે  પીઠાઈ પે સેન્ટર ના શિક્ષક ગણ, આચાર્ય  ચીરાગ ભાઈ પટેલ, ગામ ના સરપંચ સતીષભાઈ પટેલ, તાલુકા સદસ્ય મહેબૂબ ભાઈ,એસ.એમ.સી. સભ્ય અનવર ભાઈ, શબ્બીર ભાઈ,બુધા ભાઈ તેમજ ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શાળામાં  ઉપસ્થિત શિક્ષકો,આચાર્ય,ઉપસ્થિત ,વાલીઓ તેમજ ગ્રામજનો એ શિક્ષિકા બહેન ની શિક્ષણ પ્રત્યે ઉત્કૃષ્ટ કામગીરી ને બિરદાવી ને વિવિધ ભેટ આપી હતી. ત્યારબાદ શાળા ના બાળકો તેમજ આવેલા મહેમાનોને તીથી ભોજન કરાવવામાં આવ્યું હતું.

IMG-20221008-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *