Gujarat

પીઓકે પણ યોગ્ય સમયે ભારતનો હિસ્સો બની જશે ઃ લેફ્ટ.જનરલ ધિલ્લો

અમદાવાદ
જમ્મુકાશ્મીરમાં અવાર-નવાર કઇક ને કઇક બંધ કે એલાન અથવા તો વિરોધ પ્રદર્શનો થતા હોય છે. કાશ્મીરમાં એક સમયે હુર્રિયત દ્વારા અવારનવાર બંધનું એલાન આપવામાં આવતું હતું. કાશ્મીરમાં હુર્રિયતનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. કાશ્મીરમાં હવે શાંતિ છે. છૂટીછવાઈ આતંકી પ્રવૃત્તિઓ ચાલે છે જેનો સામનો કરવા સૈન્ય સજ્જ છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે પાછો ખેંચાયો એવા મહત્ત્વના સમયે ધિલ્લોને આર્મીની ૧૫મી કોર્પ્સનું સુકાન સંભાળ્યું હતું. શ્રોતાઓમાંથી ધિલ્લોનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું પીઓકે ક્યારેય ભારતનો હિસ્સો બનશે ખરો? ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઘણા લોકો એવું માનતા હતા કે આર્ટિકલ ૩૭૦ ક્યારેય નાબૂદ થઈ શકશે નહીં પણ જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે આ કલમ નાબૂદ થઈ હતી. એ જ રીતે પીઓકે પણ યોગ્ય સમયે ભારતનો હિસ્સો બની જશે. એક લોકશાહી દેશ તરીકે આ મુદ્દે આપણો દેશ સંસદીય ઠરાવને અનુસરશે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પીઓકે યોગ્ય સમયે ભારતનો હિસ્સો બની જશે. તેમણે કહ્યું હતું કે પીઓકેને લઈને દેશ સંસદીય સમાધાનને અનુસરવા બંધાયેલો હોવાથી આ પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થશે. ૨૦૧૯માં પુલવામામાં આતંકવાદી હુમલો થયો ત્યારે આર્મીની ૧૫મી કોર્પ્સના વડા રહી ચૂકેલા લેફ્ટ.જનરલ ધિલ્લોને કર્ણાવતી યુનિવર્સિટી ખાતે શરૂ થયેલી ડિઝાઇન વીક ઇવેન્ટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

Left.General-Dhillon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *