ભાવનગર
જામનગર દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે આવેલ જહાજમાં ડેકલેરેશન કરવામાં આવ્યું હોવાના કિસ્સામાં દરોડો પાડી અને કાર્ગો તથા જહાજને સીઝ કરવામાં આવ્યું છે. કાર્ગો જહાજ ગ્લોબલ રાની ૩૮૦૦ ટન બિટુમીન (ડામર)નો કાર્ગો ભરીને પીપાવાવ બંદર ખાતે આવ્યું હતું. જહાજ બંદર પર આવતાની સાથે જ શંકાના પરિઘમાં ઘેરાયેલું હતું. અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઇ જામનગરની ટુકડી દ્વારા જહાજ ગ્લોબલ રાની ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને તમામ દસ્તાવેજાેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ડીઆરઆઇના હાથમાં શંકાસ્પદ દસ્તાવેજાે આવી ગયા હતા. કન્ટ્રી ઓફ ઓરિજીન સર્ટિફિકેટમાં કાર્ગોમાં જહાજ લોડ કર્યાનું બંદર ઈરાક દર્શાવાયું હતું જે હકીકતે ઈરાન હતું. પીપાવાવ ખાતેની એપીએમ ટર્મીનલ પર ઇરાનથી આવતા તમામ પ્રકારના કાર્ગો પર પ્રતિબંધ છે. આવા પ્રકારનો પ્રતિબંધ હોવા છતાં દસ્તાવેજાેમાં જહાજ પરમાર ચડાવ્યા નું સ્થળ જુદું દેખાડી અને ચેડા કરી કાર્ગો લાવવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું.પ્ ડીઆરઆઈ દ્વારા ૩૮૦૦ ટન બિટુમીન ડામરનો કાર્ગો જેની બજાર કિંમત રૂપિયા દસ કરોડ છે ઉપરાંત જહાજ ગ્લોબલ રાની સીઝ કરવામાં આવ્યું છે તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડી આર આઈ જામનગરની ટુકડીને પીપાવાવ ખાતે આવતા જહાજ એની અગાઉથી માહિતી મળી હતી. જેના આધારે તેઓએ જહાજ પર દરોડો પાડ્યો હતો. આ અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા પીપાવાવ બંદર ખાતેથી પ્રતિબંધિત રક્ત ચંદન, મફલર ના બદલે ગાભા મોકલવા સહિતની ગેરરીતિઓ પકડી પાડી હતી. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કાંઠે આવેલા બંદરો પર ગેરરીતિઓ ને રોકવા માટે ડીઆરઆઇના તમામ ટુકડીઓને સતર્ક બનાવવામાં આવી છે.


