છોટાઉદેપુર જિલ્લાના કદાવર આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના કેંગ્રેસને રામ રામ કરી ભાજપાનો ભગવો ધારણ કરતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામેલ છે. છોટાઉદેપુર વિધાનસભા બેઠકના મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દેતા છોટાઉદેપુર જિન્ના કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.મોહનસિંહ રાઠવા દ્વારા પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા માટે છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસ સમિતિ પાસે ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા પોતાના પુત્રની ટિકિટ મળે તે માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. ટિકિટની ફાળવણીની દોડમાં લોકપ્રિય રાઠવા ત્રિપુટી વચ્ચે તિરાડ ઊભી થઈ હતી. જ્યારે તેમાંથી એક હવે ભાજપનો કેસરીયો ખેસ પહેરતા મોહનસિંહ પોતે ચૂંટણી લડવાના ના હોવા છતાં પુત્રને ટિકિટ અપાવવા માટે ભગવો ધારણ કર્યો
તિરાડ ટુકડામાં પરિવર્તિત થવા પામેલ હતી. રાઠવા ત્રિપુટી મોહનસિંહ, નારણભાઈ રાઠવા અને સુખરામ ભાઈ રાઠવા હંમેશા છોટા ઉદેપુર રાજકારણના
કેન્દ્રમાં રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસ કે જેની કિસ્મત આ ત્રણ અનુભવી રાજકારણીઓ પર નિર્ભર છે, જેમણે લગભગ ત્રણ દાયકાઓથી આદિવાસી બેલ્ટ ઉપર વર્ચસ્વ જમાવ્યું છે. પરંતુ ટિકિટની ફાળવણીની દોડમાં, લોકપ્રિય રાઠવા ત્રિપુટી વચ્ચે તિરાડ ઊભી થઈ હતી. જ્યારે તેમાંથી એક હવે ભાજપ નો ખેસરીયો ખેસ પેર્યો છે. છોટાઉદેપુર જિલ્લાની રાઠવા ત્રિપુટીના ભંગાને લઇ કોંગ્રેસને કેટલો નુકસાન થઈ શકે છે તે તો આગામી સમય બતાવી શકે છે. તથા હવે એવું માનવું રહ્યું કે કોંગ્રેસમાંથી છોટાઉદેપુર બેઠક માટે કાંતો સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવે કાંતો નારણભાઈ રાઠવાને મેદાને ઉતારવામાં આવે. ત્યારે બીજી તરફ મોહનસિંહ રાઠવા આ અગાઉ પોતાની નાદુરસ તબિયતને લઇ રાજકીય નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે ત્યારે તેઓના ખેસ ધારણ કરતાં રાજેન્દ્રસિંહ રાઠવા ને કોની સામે મેદાને ઉતારવામાં આવશે તેના પર સૌ કોઈની મિટ મંડાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


