Gujarat

પોતાનાજ ગામનો યુવક ફોન કરી ત્રાસ આપતો હોવાના કારણે સગીરાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

અમરેલી
અમરેલી થી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં, બાબરા તાલુકાના વાંકીયા ગામની એક સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગામના જ યુવકના ત્રાસથી તેણે આ પગલુ ભર્યુ હતુ.બાબરા પોલીસના સુત્રોએ જણાવ્યું હતુ કે બાબરા તાલુકાના વાંકીયા ગામની દિપ્તીબેન મુકેશભાઇ વાળા (ઉ.વ.૧૭) નામની સગીરાએ પોતાના ઘરે પોતાની મેળે જ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. સગીરાના પિતા મુકેશભાઇ ભીખાભાઇ વાળાએ આ બારામા વાંકીયા ગામના જ સંજય ધીરૂભાઇ ચાપરા નામના યુવક સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સ સગીરાને અવારનવાર ફોન કરીને ત્રાસ આપતો હતો અને તેના આ કાયમી ત્રાસના કારણે સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બાબરા પેાલીસે સંજય ચાપરા સામે સગીરાને મરી જવા મજબુર કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.

I-was-tortured-and-strangled.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *