Gujarat

પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કરાટેડો એસોસીએશન દ્વારા આયોજન

પોરબંદર
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કરાટેડો એસોસિએશન પોરબંદરના નેતૃત્વમાં શુબુકાઈ ડિસ્ટ્રીકટ કરાટે ચેમ્પીયનશીપ ૨૦૨૨નું ભવ્ય આયોજન કરવામાં આવેલુ હતુ. શહેરની મધ્ય આવેલ રત્ન સાગર હોલ ખાતે ૧૧-૦૯-૨૨ના રોજ ડિસ્ટ્રીકટ કરાટે ચેમ્પીયનશીપ યોજાઈ હતી. જેમાં પોરબંદરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૨૫૦ કરતા વધારે કરાટે વીર-વિરાંગનાઓએ ભાગ લઈ આ સ્પર્ધાને સફળ બનાવી હતી.ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે શહેરના મહાનુભાવો પણ અગ્રેસર રહ્યાં હતા. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટન પ્રસંગે શહેરના પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની અને જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ.મનિષ જીલડીયા, સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરના વણોટ પવન શિયાળે શુભેચ્છા પાઠવી હતી. નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને અખીલ ગુજરાત કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ ક્યોંશી વિજયકુમાર ભટ્ટ, શ્રીરામ સ્વિમિંગ ક્લબના પ્રેસિડેન્ટ દિનેશ પરમાર ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા સ્પર્ધાને મંગલ પ્રારંભ કરાવેલ હતો. જ્યારે સ્પર્ધાના સમાપન સમારોહ પ્રસંગે શહેરના ધારાસભ્ય બાબુ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા, પેરા સ્પોર્ટ્‌સ અને પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત વિકાસ પરિષદના પ્રેસિડેન્ટ કમલેશ ખોખરી સહિત વિવિધ શાળાઓના પ્રિન્સિપાલ ભાવના અટારા, કમલ પાઉં, સુનયના ડોગરા, દેવજી ઓડેદરા, નિરજા અગ્રવાલ, પલક ગોકાણી, સુનિલ ગોહેલ, હર્ષિત શિયાળ, હિતષ ખોરાવા, હરેશ મઢવી, વિજય કોટિયા, પૂનમ પોસ્તરીયા ખાસ ઉપસ્થિત રહીને વિજેતા સ્પર્ધકોને મેડલ, સર્ટીફીકેટ અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે દાતાઓ વિરેન્દ્ર જુંગી, સંદીપ રાણીંગા, હિતેશ ખોરાવ, હેમેન્દ્ર બરિદુન, ગોપાલ ખુદાઈ, નિલેશ પાંજરી, ભાવિન થાનકી, અજય મોતીવરસ, તેજસ ચોટાઈ, ધર્મેશ બાદરશાહી, હાર્દિક જુંગી, કમલેશ તોરણીયા વગેરેનો આયોજક કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધા નેશનલ કરાટે ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ૭ ડેન બ્લેક બેલ્ટ ક્યોંશી વિજયકુમાર ભટ્ટના ટેક્નિકલ માર્ગદર્શનમાં યોજાયેલ હતી. એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના માર્શલ આર્ટ્‌સ અને કરાટે એક્સપર્ટસ કેતન કોટિયાએ વિદ્યાર્થીઓ પાછળ રાત દિવસ મહેનત કરનાર અને મુખ્ય ટેક્નિકલ ટીમ જયેશ ખેતરપાલ, સુરજ મસાણી, મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગંધરોકીયા, રિયા દેસાઈ, રાજ ઠાકર, પાર્થ ઉષાના, દેવમ હાથી, યશ ડોડિયા તેમજ સ્પર્ધામાં સહયોગી થનાર ધર્મેશ મોતીવરસ, ક્રિષ્ના મહેતા, નિશા કોટિયા, મયુર ગોહેલ, નિશિ ગોહેલ, મોહિત મઢવી, હેબિત કુમાર, વિશાલ બલેજા, આદિ વાઢેર, ઘ્વની સલેટ, પાર્થ મદલાણી વગેરેને શ્રેષ્ઠ સહયોગ બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો અને ભાગ લેનાર તમામ કરાટેના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *