૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર ખાતે બુધવાર, તા. ૨૬ મી જાન્યુઆરી ના રોજ સવારે ૯.૦૦ કલાકે કરવામાં આવશે. આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરાવી સલામી ઝીલશે. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાશે ત્યાર બાદ કોરોના વોરિયર્સને વેકસીનનો પ્રિકોશન ડોઝ અપાશે અને કાર્યક્ર્મના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ વગેરે જેવાં કાર્યક્રમો રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં યોજવામાં આવશે.
