ગિરગઢડા
ભરત ગંગદેવ..
આજથી પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થતાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જોકે ગત પાછલા વર્ષો નો સંખ્યામાં સોમનાથ માં ભાવિકોના પ્રવાહમાં પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ પવિત્ર શ્રાવણ માસ ને લઈ પ્રભાસ ક્ષેત્ર શિવમય બન્યું હતું. અને દૂર દૂરથી સોમનાથ આવનારા શ્રદ્ધાળુઓ પણ અહીંની વ્યવસ્થા અને ચોખાઈ જોઈને ખૂબ જ પ્રસન્ન થાય હતા, દર્શનાર્થીઓ તમામ લોકોને કહે છે કે જીવનમાં એક વખત તો સોમનાથ આવી અને મહાદેવના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. વહેલી સવારે 5:30 કલાકે સોમનાથ મંદિર ખુલ્યું ત્યારથી જ ભાવિકો અવિરત પણે આવી રહ્યા હતા, સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં યાત્રીઓ ને અગવડ ન પડે તે રીતે તમામ પ્રકારે સુવિધાઓ ઉભી કરાય છે. દિગ્વિજય દ્વાર ની બહાર યાત્રિકોને બેસીને ભક્તિ કરવા માટે બેંકની વ્યવસ્થા કરવામાં આવી છે, દિગ્વિજય દ્વારા 6 લાઈનમાં યાત્રીઓ મહાદેવના દર્શને જઈ શકે તે માટે રેલીંગ ની પણ વ્યવસ્થા કરાય છે, જેથી ભાવિકો ની ભીડ જમાં ન થાય, તેમજ છેલ્લા ને વર્ષથી મહદેવની બંધ પાલખી યાત્રા પણ ચાલુ કરવામાં આવી છે જે શ્રાવણ માસ ના દર સોમવારે મંદિર પરિસર માં પાલખી યાત્રા પહેલા ની જેમ રાબેતા મુજબ ફરશે. ખાસ શ્રાવણ માસના પ્રથમ દિવસ ને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ધ્વજા પૂજન કરી શ્રાવણ માસનો પ્રારંભ કરાયો હતો. જેમ જેમ શ્રાવણ માસ આગળ વધશે તેમ તેમ વધુ યાત્રિકો આવવાની સંભાવના જિલ્લા પોલીસે અનીચ્છનીય ઘટના ટાળવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. તો તમામ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાય છે.