ગિરગઢડા
ભરત ગંગદેવ…
પ્રભાસ પાટણના મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. વેરાવળના ઝાલેશ્વર ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ધો-૬ થી ૮ની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ, બેડ ટચથી અવગત કરાવાની સાથે સખી વન સ્ટોપ સેન્ટર, શી ટીમ, મહિલા બેઝ સપોર્ટ સેન્ટર, મહિલા હેલ્પ ડેસ્ક, ૧૮૧ અભયમ્ ઉપરાંત મહિલા અત્યાચાર સંબંધિત કાનૂની બાબતોથી કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. આ સાથે ધો-૮ની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
પ્રભાસ પાટણ મહિલા પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.એ. ચનિયારા, લોકરક્ષક દિવ્યાબેન ભીમાભાઈ અને લોકરક્ષક ઉમાબેન રામસીભાઈ આ વિદ્યાર્થીનીઓને ઉપરોક્ત બાબતોની જાણકારી આપી હતી.


