ફાતિમા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાસ સાર્વજનિક હોસ્પિટલ નું ઉદઘાટન
તારીખ 31-3-2022 નાં રોજ સોમનાથ શહેરના પ્રભાસ પાટણ મુકામે પ્રભાસ સાર્વજનિક હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ તથા આસપાસ ગામના લોકો માટે સેવા, સારવાર અને સુરક્ષાના લક્ષ્ય સાથે રાહતદરની 22 બેડની અદ્યતન ફાતિમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રભાસ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ હોસ્પિટલમાં દરેક બેડ સાથે ઓક્સિજન ની સુવિધા તથા લોકોને 24×7 મેડિકલ, લેબોરેટરી, અને પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ હોસ્પિટલનું ઉદઘાટન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી આર. જી. ગોહિલ સાહેબ, પિરે તરિક્ત સૈયદ હાશ્મી પીર બાપુ કાદરી ઉના વાળા, જિલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી રામી બેન વાજા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં પ્રમુખ શ્રી પિયુષ ભાઈ ફોફંડી, સામજીક કાર્યકર શ્રી જગમાલ ભાઈ વાળા, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ શ્રી બચુ ભાઈ વાજા, ગીર સોમનાથ જિલ્લા ASP ઓમ પ્રકાશ જાટ સાહેબ, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાયા સાહેબ, GIDC ઇન્ડસ્ટ્રીઝ નાં ઉધોગપતી મુકીમ શેઠ (ફેવરિટ ફ્રોઝન ફુડ્સ), હાજી રઝાક ભાઈ (એસ એસ. ઇન્ટરનેશનલ), હાજી યુસુફ ભાઈ (સફી મરીન એક્સપોર્ટ), ઇમરાન ભાઈ પરાગા, તથા ઓલમાંએ કિરામ, સૈયદ સાઅદાત તથા વેરાવળ પાટણ શહેરના દરેક સમાજના પ્રમુખ સાહેબો તેમજ આગેવાનો અને કાઉન્સિલરો એ ઉદઘાટન પ્રસંગે હાજરી આપી આ સંસ્થાને આર્થિક રીતે મદદ કરવા અને સહકાર આપવા શુભકામનાઓ પાઠવી હતી.
પત્રકાર ઈનાયતખાનપઠાન ખાનસાહાબ


