Gujarat

પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવાર ના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઇ ચુડાસમાની સાતમી વાર્ષિકપુણ્યતિથી એ રવિવારે નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ નું આયોજન…

પ્રાંચી તીર્થ…
પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવાર ના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઇ ચુડાસમાની સાતમી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ.ભુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર દ્વારા તા.૧૮/૧૨/૨૨ ને રવિવાર ના રોજ કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે . જેમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોકટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે . તથા હાર્ડ વૈદ ડોક્ટર રવિરાજભાઈ તાલાળા વાળા તથા ડોક્ટર મિલનભાઈ પ્રાચી વાળા પોતાનું યોગદાન આપશે. આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાનકરી જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ ( નેત્રમણી ) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે . આવનાર દરેક દર્દીઓને રહેવા , જમવા , શુઘ્ધ ઘીનો શીરો , ચા પાણી – નાસ્તો , ચશ્માં , દવા , ટીપા મફત આપવામાં આવશે . આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે આ કેમ્પમાં દર્દીઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે . આ ઉપરાંત દરેક દર્દીને કોઇ બિમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે . આ કેમ્પમાં ઓપરેશન કરવા જતા તમામ દર્દીને હોસ્પિટલ તરફથી ભગવાનને પ્રસાદી રૂપે ધાબળો ( બ્લેન્કેટ ) ભેટ આપવામાં આવશે . આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે વધુ માહિતી માટે  જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મો .૯૯૭૮૫ ૨૩૧૮૨ માં સંપર્ક કરવો

IMG-20221214-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *