હાર્દિક કાનાબાર પ્રાચી
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે પૂર્વ વાહીની સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો આજ સવાર થીજ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા આજ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ની શિવ મંદિરો માં લાંબી કતારો જોવા મળી હતી તેમજ પ્રાચી તીર્થ ખાતે કાયમી માટે યાત્રી ઓ નો ઘસારો રહેતા તમામ ભાવીભક્તોએ પૂજા અર્ચના, દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી