ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ: પ્રાચી તીર્થ માં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ને રસ્તા પર પાણી ફરી હતા ખાસ કરીને ગરમીથી સ્ત્રત ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આજે પ્રસંડ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો પ્રાચી ઉપરાંત સેમલીયા, પિખોર, ગુંદાળા, રંગપુર, કુંભારીયા, સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા આ વાવણીલાયક વરસાદ કરતા ખેડૂત પુત્રો, વેપારીઓ માં ખુશીની લહેર પ્રસરી હતી અને આવતીકાલથી ધરતીપુત્ર કરશે વાવણીના શ્રીગણેશ અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.


