રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના જલોયા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ વચ્ચે ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી એ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. કલેક્ટર દ્વારા શાળાના ૧૨૫ બાળકોને તિથિ ભોજન કરાયું હતું અને બાળકોને ભેટ સ્વરૂપે પગરખાં આપ્યા હતા અને આશીર્વાદ આપી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે તથા કપડવંજ પ્રાંત અધિકારી મકવાણા સહિત અન્ય આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા.
બાળકોએ જિલ્લા કલેક્ટરશ્રી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.