Gujarat

ફતેપુરામાં ૩૫ વર્ષિય આધેડનું કરંટ લાગવાથી મોત નિપજ્યું

સુખસર
ફતેપુરાના પાટવેલ રોડ પર તેરગોળા ચોકડી પાસે આવેલ ત્રિભુવન વેલ્ડિંગ વર્ક નામની વેલ્ડિંગની દુકાન આવેલી છે. જે છેલ્લા દોઢ માસથી બંધ હાલતમાં હતી. ત્યારે ગત રોજ સવારે દુકાન માલિકનો ફોન આવતા દુકાનમાં વેલ્ડિંગનું કામ કરતો પારસીંગ પારગી દુકાન ખોલવા નીકળ્યા હતા. દુકાન કેટલાક સમયથી દુકાન બંધ હાલતમાં હોવાથી દુકાનની સાફ સફાઈ કરતી વખતે અચાનક અગમ્ય કારણોસર તેનું મોત નીપજતા પરિવારજનોએ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી. ફતેપુરા પોલીસ અગમ્ય કારણોસર મોત નીપજ્યાનો ગુનો નોંધી તાપસ હાથ ધરી હતી. ફતેપુરા પોલીસે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તાપસ હાથ ધરી હતી. અધેડનું મોતનું કારણ કરંટ લાગવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યુ હતું.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *