અમદાવાદ
અમદાવાદમાં રહેતી પત્ની તેના પતિ ને જેઠાણી વચ્ચે આડા સંબંધો હોવાની શંકા રાખીને ઝઘડો કરતી હતી. પતિ જેઠાણીના મોબાઈલનું ઓનલાઈન રિચાર્જ કરી આપતો હતો તેથી પત્ની શંકા કરતી હતી. તેથી તેમની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. તેના કારણે પતિ ખૂબ જ કંટાળી ગયો હતો. આ બાબતને લઈને પતિએ પત્નીને ફટકારી હતી. જેથી પત્નીએ આ અંગેની જાણ તેની રાજકોટ ખાતે રહેતી બહેનને કરી હતી. તેથી રાજકોટની બહેને અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું કે અમદાવાદના એક વિસ્તારમાં રહેતી મારી પરિણીત બેહનને તેના સાસરિયા માર મારી રહ્યા છે અને મદદ માટે મને બોલાવી રહ્યા છે, જેથી તમે મદદ કરો. કોલ મળતા જ અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિણીત મહિલાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, પતિનું જેઠાણી સાથે અફેર હોવાને કારણે પતિ અને સાસરિયા અવારનવાર હેરાન કરીને મારપીટ કરે છે. પતિ, જેઠ-જેઠાણી અને સાસરિયાની પૂછપરછ કરતા અભયમની ટીમને જાણવા મળ્યું કે, દિયર-ભાભીને એવો કોઈ સંબંધ નથી બસ ફોન રિચાર્જ ઓનલાઈન કરાવતા હતા. જેથી પરિણીત મહિલા તેનો ખોટો વહેમ રાખીને ઝઘડા કરે છે. જેથી મહિલા અભયમની ટીમે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પતિ-પત્ની વચ્ચેના ખોટા વહેન અને શંકા દૂર કરીને પરિણીતાનો ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો.રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ હેલ્પલાઈનની કામગીરી પર મહિલાઓનો ભરોસો વધ્યો છે. આપણા સમાજ અને પરિવારમાં ઘણી વખત એવું બને છે કે જે દેખાય છે તે ખરેખર સાચુ નથી હોતું. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરમાં રહેતા પરિવારમાં એક પત્નીએ પોતાના પતિ અને જેઠાણી વચ્ચે આડા સંબંધોની શંકા રાખીને ઝગડા શરૂ કર્યાં હતાં. કંટાળેલા પતિએ પત્નીને ફટકારતાં મામલો અભયમ હેલ્પલાઈનની ટીમ સુધી પહોંચ્યો હતો. અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચીને પરિણીતાનું કાઉન્સેલિંગ કરતા પત્ની ખોટી રીતે શંકા કરતી હોવાનું સામે આવતા તેને પોતાની ભૂલ સમજાઈ હતી. બાદમાં તેણીએ પતિ તેમજ સાસરિયાની માફી પણ માંગી હતી.
