મોસ્કો
યુક્રેન પર બોમ્બનો વરસાદ કરી રહેલા રશિયાએ હવે યુરોપના નાના દેશ ફિનલેન્ડને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. રશિયાએ કહ્યુ કે, જાે ફિનલેન્ડે નાટો જાેઈન કર્યુ તો વિનાશક પરિણામ ભોગવવા પડશે. તેમાં સૈન્યની સાથે-સાથે રાજદ્વારી કાર્યવાહી સામેલ છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે બિન-જાેડાણયુક્ત રહેવાની ફિનલેન્ડની પ્રતિબદ્ધતાને ઉત્તરી યુરોપની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ફેક્ટર માનીએ છીએ. આ પહેલાં ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ ધમકી આપી હતી કે જાે તેના રાષ્ટ્રીય હિતો પર સંકટ આપ્યું તો તે નાટોના સભ્ય માટે અરજી કરશે. ફિનલેન્ડના પ્રધાનમંત્રી સાના મારિને દેશની સંસમદાં કહ્યું, જાે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો વધ્યો તે ફિનલેન્ડ નાટોના સભ્ય માટે અરજી કરવા તૈયાર છે. રશિયાની યુક્રેન પર કાર્યવાહીએ એકવાર ફરી તે ડિબેટ શરૂ કરી કે શું ફિનલેન્ડે નાટોમાં સામેલ થવું જાેઈએ કે નહીં. તે પણ ત્યારે જ્યારે રશિયા યુરોપમાં નાટોના વિસ્તારનો આકરો વિરોધ કરી રહ્યું છે. આ પહેલા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને પીએમે કહ્યું હતું કે, તેની પાસે કોઈપણ સમયે નાટોનું સભ્ય પદ લેવાનો વિકલ્પ હાજર છે. પ્રધાનમંત્રી મારિને પોતાના એક અલગ ભાષણમાં કહ્યું કે, પ્રત્યેક દેશને પોતાની સુરક્ષા નીતિ પર ર્નિણય કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું, ‘આપણે દેખાડ્યું છે કે આપણે ભૂતકાળમાંથી શીખ લીધી છે. અમે અમારા દેશમાં યુદ્ધ નહીં થવા જઈએ. હકીકતમાં ફિનલેન્ડનું નાટોમાં સામેલ થવું રશિયા માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ફિનલેન્ડની ભૌગોલિક સ્થિતિ રશિયાને હંમેશા ડરાવતી રહી છે. જે નાટોથી બચવા માટે રશિયા યુક્રેનમાં હુમલો કરી રહ્યું છે. તો નાટો યુક્રેન દ્વારા નહીં તો ફિનલેન્ડ દ્વારા રશિયાની સરહદ સુધી પહોંચી શકે છે.’ રશિયાની વ્યાપારિક રાજધાની અને અબજાેપતિઓનું શહેર સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની સરહદે આવેલું છે. જાે ફિનલેન્ડ નાટોનું સભ્ય બને તો રશિયાના ઉત્તરી મોર્ચા પર પણ નાટો પહોંચી જશે અને ભવિષ્યમાં તણાવ વધી શકે છે. આ કારણ છે કે રશિયાના વિદેશ મંત્રાલયે ન માત્ર ફિનલેન્ડ પરંતુ સ્વીડનને પણ સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. સેન્ટ પીટર્સબર્ગ શહેર બાલ્ટિક સમુદ્રને અડીને છે અને આ સમુદ્રની બીજી બાજુ ફિનલેન્ડ છે. અમેરિકાની ન્યુક્લિયર સબમરીન પણ અવારનવાર અહીં આવે છે. યુએસ નેવી અને એરફોર્સ નાટોમાં જાેડાતાની સાથે જ ફિનલેન્ડ સુધી પહોંચશે. એટલું જ નહીં જાે રશિયા ફિનલેન્ડને નિશાન બનાવે છે તો નાટો દેશ તેની મદદ માટે આવી જશે. બીજી તરફ ફિનલેન્ડ સામે રશિયાના વધતા ખતરાને જાેતા ફિનલેન્ડને હવે ડર સતાવી રહ્યો છે કે તેણે પોતાની તૈયારી વધુ મજબૂત કરવી પડશે. રશિયા પણ ફિનલેન્ડની ઊર્જા નીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ફિનલેન્ડે રશિયામાં મોટા વ્યૂહાત્મક રોકાણથી દૂર રહેવું જાેઈએ. તે જ સમયે, રશિયા સાથે સંબંધો હોવા છતાં, યુરોપિયન દેશોએ તેની જાણ કરતા રહેવું જાેઈએ.


