Gujarat

ફિલિપ્સ કંપનીના સોફ્ટવેરનું ડુપ્લીકેટ વેચાણ કરનાર ઝડપાયો

મહેસાણા
કડી ખાતે આવેલી ફિલિપ્સ કંપનીના સિટીસ્કેન અને એમઆરઆઈ ઇન્ટેલીના સ્પેસ સોફ્ટવેર કે જેની કિંમત રૂ. ૩૪ લાખ છે, તે સોફ્ટવેરનું પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ વર્ઝન બનાવી વેચાણ કરતા અમદાવાદના કરણ હરેશકુમાર પટેલ સામે ફિલિપ્સ કંપનીના કન્સલ્ટન્ટે ફરિયાદ નોંધાવી છે. કન્સલ્ટન્ટ ભુષણ મહેન્દ્રભાઈ દાનીએ તપાસ દરમિયાન ત્રણ લાખમાં વેચાણ કરવા જતાં ઘોડાસર, અમદાવાદના કરણ પટેલને ઝડપી લઈને પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે કરણ હરેશ કુમાર સામે સોફ્ટવેર ડુપ્લીકેશનનો કોપીરાઇટનો ગુનો નોંધી તેની પાસે કોપીરાઇટ માટે વાપરવા આવેલ ટેકનોલોજીના સાધન સામગ્રી, કોમ્પ્યુટર સહિત રૂ. ૮૧ હજાર ૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી પોલીસ અધિકારી ઘાસુરા દ્વારા હાથ ધરવામાં આવી છે.કડી ખાતે આવેલ ફિલિપ્સ કંપનીના સિટીસ્કેન અને એમઆરઆઈ ઇન્ટેલી સ્પેસ સોફ્ટવેરના ઓથોરાઈઝેશન વગર ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ સોફ્ટવેરનું વેચાણ કરતા ઈસમ સામે કંપનીના સલાહકાર દ્વારા કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. જેને લઈને અમદાવાદના ઈસમ પાસેથી ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવવા માટે જાેઈતા કોમ્પ્યુટર તેમજ ટેક્નિકલ ઉપયોગમાં લેવાયેલી સાધન સામગ્રી પોલીસે કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *