ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
આજરોજ તા.૦૭/૦૮/૨૦૨૨ ના શરૂ રાત્રિના નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, બગસરા તાલુકાના હામાપુર ગામે, હનુમાનપરા વિસ્તારમાં રાજુભાઇ દેવરાજભાઇ અદગામાના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ છ ઇસમોને રોકડ રકમ, મોટર સાયક્લો અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બગસરા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
*જુગાર રમતા પકડાયેલ ઇસમો*
(૧) જોરૂભાઈ વાસુરભાઈ મોડા, ઉ.વ.૪૦, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી. (૨) મયુરભાઈ મનસુખભાઈ મણવર, ઉ.વ.૨૮, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી. (૩) જગદીશભાઈ હકાભઈ વાઘેલા,ઉ.વ.૨૨, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી, (૪) વિપુલભાઈ નાગજીભાઈ થšસા, ઉ.વ.૩૫, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી, (૫) મુકેશભાઈ જીવાભાઈ અદગામા, ઉ.વ.૩૫, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી (૬) મુનાભાઈ શંભુભાઈ થડેસા, ઉ.વ.૩૫, રહે.હામાપુર, તા.બગસરા, જિ.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલ*
રોકડા રૂ.૧૩,૨૧૦/- તથા મોટર સાયકલ -૩ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૮,૨૧૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

