Gujarat

બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૦/૨૦૨૨ IPC-૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમા ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલતી બગસરા પોલીસ*

બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૦/૨૦૨૨ IPC-૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમા ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલતી બગસરા પોલીસ

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૩૨૦/૨૦૨૨ આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના કામના ફરીયાદીની શાયનોબીઝ લાઇટીંગ એન્ડ ડીસપ્લેય દિલ્હી ની ટાટાકંપનીની છોટા હાથી ગાડી જેના રજી નં UP-14-FT-6380 ના પાછળના ભાગે આવેલ કેબીનનુ તાળુ તોડી તેમા રહેલ LED VIDEO PROCESSOR નંગ -૧૦ જેની એક ની કિ.રૂ.૭૦૦૦/- લેખે કુલ નંગ -૧૦ની કિ.રૂ ૭૦૦૦૦/- ની તથા એક BIO POWER જનરેટર જેની કિ.રૂ ૧૫૦૦૦/- તથા એક VIBO કંપનીનુ પાવર પેક જેની કિ.રૂ ૩૦૦૦- તથા DELTAN કંપનીનુ એમ્પલીફાઇયર નંગ-૦૫ તથા STRANGER કંપનીનુ એમ્પલીફાઇયર નંગ -૦૨ તથા KAPSON કંપનીનુ એમ્પલીફાઇયર નંગ -૦૧ તથા UNIVERSAL કંપનીનુ એમ્પલીફાઇયર નંગ -૦૧ તથા NATIONAL કંપનીનુ એમ્પલીફાઇયર નંગ -૦૧ તથા AHUJA કંપનીનુ એમ્પલીફાઇયર નંગ -૦૫ જે મળી કુલ નંગ -૧૫ એમ્પલીફાઇયર ની કિ.રૂ. ૩૦૦૦૦/- તથા HUIDU કાર્ડ જેમા C-10 નંગ -૧૪ તથા C-૧૫ નંગ -૦૧ જેકુલ ૧૫ ની કુલ કિ.રૂ ૪૫૦૦૦- તથા રીસીવર કાર્ડ R-512 -૦૬ જેની કિ.રૂ. ૧૨૦૦૦/- તથા DEXTEL WIRELESS MICROPHONE માઇક નંગ -૦૨ તથા સીગનલ રીસીવર નંગ -૧ જે ત્રણેય ની કુલ કિ.રૂ ૨૦૦૦/- મળી તમામ ચીજ વસ્તુ ની કિ.રૂ ૧૭૭૦૦૦/- ના મુદામાલ ચોરી કરી લઇ ગયા વિ. ગુન્હો રજી થયેલ હોય સરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમા ગયેલ તમામ મુદામાલ આરોપી ફારૂકશાહ હનીફશાહ શાહમદાર રહે.બગસરા વાળાના રહેણાક મકાનેથી કબ્જે કરી ગુન્ગનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડેલ છે.

*પકડાયેલ આરોપીઓ:*

(૧) ફારૂકશાહ હનીફશાહ શાહમદાર ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે.બગસરા હુડકો વિસ્તાર તા.બગસરા જી.અમરેલી

(ર) નઝીરભાઇ ઉર્ફે કાળુભાઇ હનીફભાઇ ભટ્ટી ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.બગસરા હુડકો કોલોની,જેતપુર રોડ તા.બગસરાજી.અમરેલી પકડવાનો બાકી આરોપી

(૩) સાજીદભાઇ રઝાકભાઇ ભટ્ટી રહે.અમરેલી

*ગુન્હાની વિગતઃ*
આ કામે તપાસ દરમ્યાન હેડ કોન્સ. રવિદાન ગઢવીનાઓને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી ફારૂકશાહ હનીફશાહ શાહમદાર રહે.બગસરા વાળાના રહેણાક મકાનેથી ચોરીમા ગયેલ કિ.રૂ. ૧૭૭૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા અના.હેડ કોન્સ.રવિદાન ગઢવી તથા હેડ કોન્સ. અકબરભાઇ જુણેજા તથા પો.કોન્સ. જયંતિભાઇ ભાસરકા તથા પો.કોન્સ અજયદાન ગઢવી તથા જયરાજભાઇ ગીડા તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. જયરાજસિહ રાઠોડ તથા પો.કોન્સ સુલ્તાનભાઇ પઠાણ તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા…

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220612-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *