Gujarat

બજેટમાં માત્ર ૧૦ હજાર કરોડ ફાળવાતા મધ્યાહન ભોજન સંઘે નારાજગી વ્યક્ત કરી

ગાંધીનગર
મધ્યાન્હ ભોજન યોજનામાં અત્યાર સુધી એક ટાઇમનું ભોજન બાળકોને આપવામાં આવતું હતું,યોજનાનું નામ બદલીને વધારાના ન્યુટ્રીશીયન તરીકે નાસ્તો પણ આપવો તેવું નક્કી થયું હતું. સ્વાભાવિક છે કે, ભોજન ઉપરાંત પાછળથી નાસ્તો પણ આપવાનું નક્કી થતા નાણાંકીય જાેગવાઇ વધારવી પડે. આથી નામ બદલવાની જાહેરાત થઇ ત્યારે જ કેન્દ્ર સરકારે રૂ. ૧.૩૧ લાખ કરોડ ૫ વર્ષ માટેની જાેગવાઇ થશે તેવું નક્કી કર્યુ હતું તેમ મધ્યાન્હ ભોજન યોજનાના કર્મચારી સંઘનું કહેવું છે. દરવર્ષે રૂ. ૨૫ હજાર કરોડની જાેગવાઇ કરવી પડે તેને બદલે વર્ષ ૨૦૨૧ માં રૂ. ૧૨ હજાર કરોડની જાેગવાઈ હતી, ૨૦૨૨માં રૂ. ૧૧ હજારની જાેગવાઈ હતી હવે ૨૦૨૨ -૨૩ માં રૂ. ૧૦ હજાર કરોડની જાેગવાઈ કરવામાં આવતા ૬૦ ટકા જેટલો કાપ મુકાયો હોવાનું મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું.દેશભરની પ્રાથમિક સ્કૂલોમાં ૧૧ કરોડ બાળકો માટે ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનાનું કેન્દ્ર સરકારે નામ બદલીને પીએમ પોષણ શકિત નિર્માણ યોજના એવું નામ આપ્યું હતું. આ નામ સાથે યોજનામાં ફેરફાર કરીને બાળકોને જમવા સાથે વધારાનું ન્યુટ્રીશીયન આપવાની જાેગવાઇ કરીને ૫ વર્ષ માટે ૧.૩૧ લાખ કરોડ ફાળવવાનું નક્કી થયું હતું તેમ મધ્યાન્હ ભોજન સંઘનું કહેવું છે, તેને બદલે ઉલટાનું મંગળવારે રજૂ કરાયેલા બજેટમાં મધ્યાન્હ ભોજન માટે કરાયેલી નાણાંકીય જાેગવાઇ રૂ. ૧૦ હજાર કરોડ કરીને ૬૦ ટકા કાપ મુકવામાં આવ્યો છે તેમ મધ્યાન્હ ભોજન કર્મચારી સંઘનું કહેવું છે.

Lunch.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *