Gujarat

બનાસકાંઠાના વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને મફત પ્લોટની ફાળવણી કરી

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે વર્ષોથી ઝુંપડા બનાવીને અલગ અલગ જગ્યા પર રહેતા વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ મળે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. એ બાબતે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી કાકર ગામે આયોજીત કાર્યક્રમમાં જિલ્લાના ૯૦૦ થી વધારે લાભાર્થીઓને તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મફત પ્લોટની સનદો આપવામાં આવી હતી. દિયોદરના લાભાર્થીઓને પણ સનદો આપવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ દિયોદર ગામની મુલાકાત લઇ પંચાયત વિભાગ દ્વારા ફાળવાયેલ વિચરતી જાતિના ૧૧૦ લાભાર્થીઓને મફત પ્લોટનો કબજાે સુપ્રત કરવામાં આવ્યો હતો. બાકીના લાભાર્થીઓને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સનદો અને કબજા પાવતી એનાયત કરવામાં આવી હતી. આ લાભાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ફોર્મ ભરાવીને તેમને મકાન સહાય પણ પુરી પાડવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના લાભાર્થીઓને સ્થાયી કરવાના આશયથી ફાળવવામાં આવેલા પ્લોટથી વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળશે. મફત પ્લો?ટ મળતા તેમના કુંટુંબમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે.

file-02-page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *