Gujarat

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ઘટીને ૧૦ ડીગ્રીથી નીચે

ડીસા
ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. ડીસામાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જાેકે હજુ પણ આગામીમાં ‘કોલ્ડ વેવ’ની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે.
ઉત્તરપૂર્વીય પવનો અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે. ડીસામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં લઘુતતમ તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. આ સીઝનમાં પ્રથમવાર તાપમાન નીચું ગયું છે. છેલ્લા બે દિવસમાં જ ‘કોલ્ડ વેવ’ના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ ૧૪ થી ૧૫ ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જાેવા મળી રહી છે. લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે. રાત્રે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જાેકે આગામી સમયમાં હજુ પણ ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *