ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃતી સદંતર બંધ કરવા સુચના આપેલ હોય જે અંગે બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા એ જીલ્લામાં દારૂની પ્રવૃતી ડામવા સુચના આપેલ હોય જેને લઈ ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવળ ના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસ સ્ટાફના એ.એસ.આઈ.શીવાંગકુમાર ભટ્ટ ને મળેલ ચોક્કસ બાતમીને આધારે બરવાળા પી.એસ.આઈ-વી.સી.ભરવાડ,એ
એસ.આઈ.શીવાંગકુમાર ભટ્ટ,મહેશભાઈ બાવળીયા,વિરદેવસિંહ ગોહિલ,પ્રધ્યુમનસિંહ ગઢવી,જીતેન્દ્રસિંહ ડોડીયા,સિધ્ધરાજસિંહ ડાભી સહીતના પોલીસ સ્ટાફે બરવાળા શહેરના સોની શેરીમાં રહેતા અર્જુનસિંહ મયુભા ઝાલાના મકાનની બાજુમાં આવેલ બાવળોની કાંટમાં રેઈડ કરતા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન નંગ ૬૮૭ કીંમત રૂ.૬૮,૭૦૦ ના મુદ્દામાલ મળી આવેલ અને આરોપી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એ.એસ.આઈ.શીવાંગકુમાર ભટ્ટ ચલાવી રહ્યા છે…


