Gujarat

બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી દારૂ પીધેલા નબીરાઓ મુદ્દામાલ સાથે કબ્જે થયા

વલસાડ
દારૂ બંધી વાળા ગુજરાત માં લોકો ફરીથી બેફામ થયા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાં એલસીબીની ટીમે કાંજણ હરી ગામમાં વરસાદના વધામણા કરવા માટે આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત ૪૧ શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. હજુ તો તે ઘટનાની શાહી નથી સુકાઈ ત્યાં વલસાડ રૂલર પોલીસની ટીમે વેલવાછ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત ૨૭ શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડયા છે. વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે અને કાકડમતી અને વેલવાછ વચ્ચે આવેલા અરવિંદભાઈ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં આશિષ શંકરભાઈ કોડચાની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાઈ રહ્યો હોવાને બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ પોલીસ પોલીસ જવાનોની મદદ મેળવી અરવિંદ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં ચાલતી બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી મહેફિલ ઉપર રેડ કરી એક સગીર સહિત ૨૭ શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે બર્થ ડે બોય આશિષ શંકરભાઈ કોડચા અને એક સગીર સહિત ૨૭ દારૂડિયાની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી છે. ૨૫ મોબાઇલ ૧૧ વાહન અને કેક કાપવા માટે લાવેલા તલવાર સહિત ૪.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આશિષની બર્થ ડેની કેક કાપવા માટે તલવાર લાવ્યા હતા, તલવાર વડે બડેની કેક કાપવામાં આવી હતી અને વલસાડ જિલ્લા કલેકટરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે મુદ્દામાલમાં તલવાર પણ કબજે કરી હતી. વેલવાછના મરઘા ફાર્મમાં ચાલતી દારૂની મહેફિલમાંથી ૬ બોટલ દારૂની ખાલી મળી આવી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *