Gujarat

બળાત્કાર અને પોક્સો એક્ટ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર….  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુનાની પ્રવૃતિ સાથે સંડોવાયેલ હોય અને અવારથ્નવાર પ્રોહી કેસમાં સંડોવાયેલ હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…
આ કામના સામાવાળા પારસીંગભાઇ ઉર્ફે પારલો ગોસલાભાઇ રાઠવા રહે.ઘોઘદેવ કિડી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં ઝોઝ પોલીસ સ્ટેશનમાં (૧) થર્ડ પાર્ટ ગુ.ર.નં.૦૨૩૪/૨૦૨૨ પ્રોહી એકટ એ કલમ ૬૫ ઇ, ૯૮(૨), ૮૧,૮૩ મુજબ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં (૨) ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.૦૦૨૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૬૮,૩૭૬(૨)(એન), ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪,૬ મુજબ તથા (૩) થર્ડ ગુ.ર.નં.૦૦૪૭/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ. ૯૮(૨) મુજબના ગુનાઓ નોંધાયેલ હતા. જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી છોટાઉદેપુર નાઓ જે દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ એ બાન્ય છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી – વડોદરા મધ્યસ્થ ” જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220901_175141.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *