Gujarat

બહાઉદીન સરકારી આર્ટસ કોલેજમાં નવરાત્રી ગરબાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી

બહાઉદીન સરકારી આર્ટસ કોલેજમાં નવરાત્રી ગરબાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંપૂર્ણ શિષ્ટ અને ભારતીય સંસ્કૃતિના આ પર્વને અનુરૂપ આચાર્યશ્રી દ્વારા પહેલા મા દુર્ગા અને મહિષાસુર મર્દીની આરતી અને ત્યારબાદ શક્તિની ઉપાસનાના આ પર્વના ગરબાની રમઝટ સાથે વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગથી આ નવરાત્રી ગરબામાં ભાગ લીધો હતો.

       આ નવરાત્રી કોલેજ ઉજવણીની વિશિષ્ટ બાબત તે હતી કે આચાર્યશ્રી દ્વારા પ્રથમ નવરાત્રી પર્વ ઉજવવા પાછળ આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, દ્રષ્ટિકોણ, પૌરાણિક તથા વૈજ્ઞાનિક મહિમા વિશે  સમજાવવામાં આવ્યું હતુ.  ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની શરૂઆત થઈ હતી. આયોજનની  બીજી એક વિશિષ્ટ બાબત તે હતી કે આ ગરબામાં કોઈને નંબર આપવાનો ન હતો, પરંતુ ફક્ત માના ગરબા લઈ શક્તિ ઉપાસના કરવી તે મહિમા રાખવામાં અને જાળવવામાં આવ્યો હતો.

તેમજ ટ્રેડિશનલ ડ્રેસના નામે ખૂબ કીમતી કપડા અમુક વિદ્યાર્થીની બહેનો પહેરી શકે અને કેટલીક ગામડેથી સામાન્ય ઘરમાંથી આવતી દીકરી પાસે તે ન હોય,તેથી એક સરકારી કોલેજ શાળાની ડ્રેસીઝ સમાનતા રહે તે માટે ,તેમજ કપડાંની અસમાનતા ન થાય તેનું આયોજકોએ ધ્યાન રાખી રનીગ કપડા પહેરીને જ ગરબા સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું અને  અનોખી રીતે નવરાત્રી સેલિબ્રેશન ગોઠવેલું હતું.સમગ્ર સ્ટાફ ,પ્રિન્સીપાલ અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય અને એવું જ સફળ આયોજન રહ્યું હતું.

bahuudin-college-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *