Gujarat

બહેરા તથા મૂંગા ઉમેદવારો માટે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

.
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક”એ”બીજો માળ, સરદાર ભવન નડીઆદ, જિ.ખેડા ખાતે ફક્ત બહેરા તથા મૂંગા ઉમેદવારો માટે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળા તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં રેડએક્ષ એન્ટરપ્રાઈઝ (ફ્લીપ્કાર્ટ,મું વડાલા,તા.જી ખેડા) હાજર રહેશે, જેમનાં દ્વારા આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતાં ૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ફક્ત બહેરા તથા મૂંગા ઉમેદવારોની જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી ઉક્ત પાત્રતા ધરાવતા ફક્ત બહેરા તથા મૂંગા ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને (બાયોડેટા)રેસ્ચમ ની ૧ નકલ તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી છે તેવા ઉમેદવારોએ (૧)શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨)ધોરણ-૧૦ અને ધોરણ-૨ની માર્કશીટ (૩)જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) (૪)વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી  એન.આર,શુક્લ દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *