બાંટવા ખાતે શ્રી લાડી લોહાણા સિંધી પંચાયતની વાડીમાં જુનાગઢ જીલ્લા પંચાયતના સભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખશ્રી રાણાભાઇ નગાભાઈ કોડિયાતર અને માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ છૈયાની આગેવાનીમાં સ્નેહ મિલન યોજવામાં આવ્યું, મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ત્યારબાદ બહારથી આવેલા આગેવાનોનું શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું અને બાટવા શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રકાશકુમાર મોહનદાસ લાલવાણી, ઉપપ્રમુખ તરીકે વિજયકુમાર રાણાભાઇ કોડીયાતર, મહામંત્રી તરીકે કરસનભાઈ જીવાભાઇ કરમટા, મંત્રી તરીકે અશ્વિનભાઈ ગગજીભાઈ નકુમ, ખજાનચી તરીકે લખમણભાઇ જેઠાભાઇ પરમાર ની નિમણૂક કરવામાં આવી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


