Gujarat

બાબરા સીમ વિસ્તારમાં વાડીમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી ૮ ઈસમોને રોક્ડ રકમ, મોબાઇલ ફોન, વાહનો તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિ.રૂ.૧,૧૦,૪૫૦/- ના સામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે મુકેશભાઇ ધીરૂભાઇ આસલીયા તથા ભુપતભાઇ જેઠસુરભાઇ બસીયા રહે.બન્ને બાબરા વાળાઓ બાબરા, પટેલ સંકુલ પાછળ આવેલ સીમ વિસ્તારમાં મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયાની વાડીમાં આવેલ ઝુપડીમાં જુગારનો અડ્ડો ચલાવી, પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી ચૌકકસ બાતમી આધારે ગઇ કાલ તા.૦૨/૧૧/૨૦૨૨ નાં રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર ધામ પકડી પાડી, કુલ – ૮ ઇસમોને રોકડ રકમ, વાહન, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝપડી લઇ, તમામ સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીઃ
(૧) મુકેશભાઇ ધીરૂભાઈ જાસલીયા, ઉ.વ.૪૨, રહે.બાબરા, વેલનાથ, તા.બાબરા, જિ.અમરેલી,
(૨) શૈલેષભાઇ નાજાભાઇ આહલગામા, ઉં.વ.૩૪, રહે.ખંભાળા, તા.બાબરા, જિ.અમરેલી,
(૩) મનજીભાઇ મોહનભાઇ વાટુકીયા, ઉ.વ.૩૫, રહે. ખંભાળા, તા.બાબરા, જિ.અમરેલી.
(૪) ભરતભાઈ બચુભાઇ રાઠોડ, ઉ.વ.૫૨, રહે.બાબરા, પોલીસ સ્ટેશન પાછળ, તા.બાબરા, જિ.અમરેલી.
(૫) અરજણભાઇ જગાભાઇ પરમાર, ઉ.વ.૪૫, રહે. લુણકી,વાંડળીયા રોડ, તા.બાબરા, જિ. અમરેલી.
(૬) મગનભાઇ બચુભાઇ રાવોલીયા, ઉ.વ.૪૨, રહે.ખંભાળા, રામજી મંદિરની બાજુમાં, તા.બાબરા, જિ.અમરેલી
(૭) અતુલભાઇ કેશુભાઇ સાકરીયા, ઉ.વ.૪૯, રહે.ખંભાળા, તા.બાબરા, જિ.અમરેલી,
(૮) મીઠાભાઇ ધુડાભાઇ મેર, ઉ.વ.૩૪, રહે.ખંભાળા, તા.બાબરા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઃ
(૯) ભુપતભાઇ જેઠસુરભાઇ બસીયા રહે.બાબરા,
પકડાયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ.૧૫,૪૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૩૫,૦૦૦/-તથા મોટર સાયકલ – ૩ કિ.રૂ.૬૦,૦૦૦/
તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૦,૪૫૦/- નો મુદ્દામાલ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઈ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર  ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221103-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *