બારડોલી
બારડોલીના મોરી ગામે ૧૧૫ ગાળા ફળિયામાં રહેતો ૨૩ વર્ષીય યુવાન લાલુ નાનું હળપતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મોડી સાંજે યુવાન માછલી પકડવા માટે ગયો હતો. સુરત બ્રાન્ચમાંથી નીકળતી વોનર સબમાઇનોરમાં યુવાન માછલી પકડવા માટે ઉતર્યો હતો. રાત સુધી લાલુ ઘરે પરત ન ફરતા પરિવાર જનોએ તેની શોધખોળ આદરી હતી. નહેરના ભૂંગળા નજીક લાલુના કપડાં મળી આવતા તેઓએ ભૂગળામાં જાેતા યુવાન ફસાયેલી હાલતમાં જાેવા મળ્યો હતો. ઘટના બાબતે બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જાેકે ઘણા સમયથી ભૂંગળામાં ફસાયેલો યુવાન મોતને ભેટ્યો હતો. ફાયર વિભાગની ટીમને યુવાનનો મૃતદેહ કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી. યુવાનનો મૃતદેહ ભૂંગળામાંથી બહાર કાઢવા લોખંડની બિલાડી નાખવામાં આવી હતી.બારડોલી તાલુકાના મોરી ગામનો ૨૩ વર્ષીય યુવાન કેનાલની બાજુમાં વોનર સબમાઇનોરમા માછલી પકડવા ગયો હતો. દરમિયાન યુવાન નહેરના ભૂંગળામાં ફસાયો હતો. ઘટના મામલે બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જાેકે યુવાનનું ભૂંગળામાં ફસાતા તેનું મોત નીપજ્યું હતું.
