બારડોલી
દુખિયારા ભક્તોની દુર્દશા દૂર કરી દશા બદલનાર એવામાં દશામાં પર લોકોને ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. પવિત્ર શ્રાવણ માસના આગલે દિવસે એટલે કે આષાઢ અમાસના દિવસે દશામાંની પ્રતિમાનું ઘરે ઘર અને મહોલ્લાઓમાં સ્થાપન કરવામાં આવે છે. આ તહેવારને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ધામધૂમથી ઉજવવમાં આવે છે. માં દશામાનું સ્થાપન કરી ૧૦ દિવસ સુધી ઉપવાસ રાખી માતાજી આરાધના, પૂજા અર્ચના કરી ગરબાનાં તાલે જુમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ૧૦ દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે વહેતા પાણીમાં માતાજીની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે. રામજી મંદિર ઓવરા ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને સવારે સુધીમાં લગભગ ૫૦૦ થી વધુ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન મીંઢોળા નદીમાં કરવામાં આવ્યું હતું. નગર અને તાલુકાની વાત કરીએ તો નાની મોટી ૧૨૦૦ થી વધુ માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. જે તમામ પ્રતિમાઓને વિસર્જન કરાયું હતું. ખાસ કરીને રામજી મંદિર ઓવરા સુધીનાં માર્ગ પર લાઈટની સુવિધા, નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જિત કરવા માટે તરાપ તેમજ તરવૈયાઓ નગર પાલિકા દ્વારા મુકવામાં આવ્યા હતા.આષાઢની અમાસના દિવસે કરવામાં આવતામાં દશામાનાં સ્થાપનનાં ૧૦મા દિવસે માતાજીનું ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે બારડોલીના રામજી મંદિર મીંઢોળા નદીના ઓવારા ખાતેથી ૫૦૦થી વધુ દશામાંની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

