પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી એસ એકટ હેઠળની કામગીરી કરવા ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા જે.જી ચાવડા I/C પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ એસ.ઓ.જી, સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ઇમામખાન પઠાણ,રહે, રજાનગર, ઢોકલીયા બોડેલી, તા. બોડેલી જી.છોટાઉદેપુર વાળો પોતાના રહેણાંક મકાનમાં બીન અધિકૃત વનસ્પતિજન્ય સુકા ગાંજાનું વેચાણ કરે છે, જે માહિતી આધારે સદર જગ્યાયે સરકારી પંચો તથા એફ એસ એલ અધિકારી તેમજ તલાટી સાથે રાખી રેઇડ કરતા આરોપી હાજર મળી આવેલ જેની પાસેથી વનસ્પતિજન્ય સુકા ગાંજાનો જથ્થો જેનું કુલ વજન ૩ કિલો ૬૯૭ ગ્રામ, કિ. રૂ. ૩૬,૯૭૦/- તથા અંગ ઝડતીમાંથી મળી ગાંજાના વેચાણના રોકડ રૂપિયા ૨,૭૫૦/ મળી કુલ રૂપિયા ૩૯,૭૨૦/- સાથે મળી આવતા તેઓને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધમાં નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985) ની કલમ 8-C), 20(B) II (C) – 29 મુજબનો ગુનો બોડેલી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી આરોપીને પકડી પાડેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


