કંડલા
ભૂતકાળમાં કોઈએ ઓઈલ ચોરીના ઈરાદાથી પાઈપલાઈનનું પંચર કર્યું હતું અને પછી તેને યોગ્ય રીતે બંધ કર્યું ન હતું જેથી તેઓ ફરીથી ચોરી કરી શકે. જાેકે, વધુ દબાણના કારણે પંચર ખુલી ગયું હતું અને પાઇપલાઇન લીકેજ થવા લાગી હતી. કંપનીના સ્ટાફ અને ફાયર બ્રિગેડે પાઇપલાઇનની જાળવણી હાથ ધરીને જહાજમાંથી ફરી સપ્લાય શરૂ કર્યો હતો. જાેકે, આંતરિક તપાસ દરમિયાન, કંપનીના અધિકારીઓને જાણવા મળ્યું કે ભૂતકાળમાં ચોરો ૭૦૦ લિટર તેલ ચોરી ગયા હતા.ઘટનાના એક અઠવાડિયા પછી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ દીનદયાળ બંદર કંડલા પાસે તેની પાઇપલાઇનમાંથી રૂપિયા ૬૩,૦૦૦ ની કિંમતનું ૭૦૦ લીટર હાઇ સ્પીડ ડીઝલની ચોરીની ફરિયાદ નોંધાવી છે. મ્ઁઝ્રન્ મેનેજર ઘનશ્યામ ગુલવાણીએ શનિવારના રોજ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાવી હતી. તેમની ફરિયાદમાં ગુલવાનીએ જણાવ્યું હતું કે, તેમને ૨૨ મેના રોજ સવારે ૬ કલાકે પાઈપલાઈનમાંથી લીકેજની માહિતી મળી હતી. પાઈપલાઈનમાં સપ્લાય બંધ થઈ જતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડ્ઢઁ્ના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેઓને ત્યાં માનવ હાજરી અથવા ચોરીમાં વપરાતા કોઈપણ સાધનોના પુરાવા મળ્યા નથી.
