Gujarat

બીલીમોરામાં ડેમમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી

નવસારી
બીલીમોરા પાસેના દેવધા ડેમમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જેને લઈ પોલીસને જાણ કરવામાં આવતા યુવતીની હત્યા કરાઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. બીલીમોરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દેવધા ડેમમાં આત્મહત્યા અને અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજુબાજુના ગ્રામજનો માછીમારી કરવા કે ફરવા જવા દરમિયાન તેમને લાશ જાેવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરે છે, ત્યારે કંઈક આવો જ પ્રકારનો બનાવ દેવધા ડેમ પાસે આજે સવારે બન્યો છે. જેમાં એક પીળા અને બ્લેક કલરનું જીન્સ પહેરેલી યુવતીની લાશ મળી આવી છે. જેની તપાસ બિલીમોરા પોલીસે શરૂ કરી છે. યુવતી અકસ્માતે પાણીમાં પડી કે તેણે આત્મહત્યા કરી અથવા તો તેની હત્યા કરવામાં આવી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતીની ઓળખાણ હજુ સુધી થઈ શકી નથી. દેવધા ડેમ પાસે કોઈ સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતા બીલીમોરા પોલીસ આવી પહોંચી હતી અને તાત્કાલિક યુવતીની ઓળખ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *