Gujarat

‘બેટી બચાવો બેટી પઢાવો’ અન્વયે જૂનાગઢની બેટીઓનું સન્માન થતાં આપ્યા પ્રતિભાવ…

‘નારી વંદન ઉત્સવ’ના જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમમાં સન્માનિત વિધાર્થીની નેન્સી અગ્રાવત ધો. ૧૨ સાયન્સમાં જૂનાગઢ જિલ્લામાં તો ખરું જ ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવી હતી. જે જૂનાગઢ જિલ્લાનો ૪૦ વર્ષનો રેકોર્ડ છે. હવે તે એમ.બી.એસ કરવાની છે, નિટની પરીક્ષા આપી રહી છે.  જ્યારે ધોરણ ૧૨ કોમર્સમાં ફોરમ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ આવી હતી.  તે ઇકોનોમિક્સમાં બીએ  કરવાની સાથે સાથે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે.

આ બંનેએ કહ્યું હતું કે અમને “બેટી બચાવો બેટી પઢાવો”ના દિવસે નારી વંદન કાર્યક્રમ અન્વયે  સરકાર દ્વારા જે સન્માન અપાયું છે તેનાથી અમારા ઉત્સાહમાં વધારો થયો છે અને આ માટે માટે અમે તંત્રના આભારી છીએ.

nari-vandan-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *