Gujarat

બોડેલીનાં પાટીયા ગામ નજીક નાની પતથ્થરીયાળ  ડુંગરી ને ખાણ ખનીજ દ્વારા હરાજી કરવાની જાહેરાત કરાતા ગ્રામજનોએ બોડેલી પ્રાંત અધીકારી ને આવેદન આપી હરાજી અટકાવવા અપીલ 

ગ્રામ્ય વિસ્તારોમા કેટલીક પતથ્થરીયાળ નાની ડુંગરીઓ આવેલી હોય છે તે ડુંગરીઓ તે પર્યાવરણ તેમજ ગામની શોભા વધારતી હોય છે અને કેટલીંક વખતે ગામમાં વરસાદી પાણી કે પુરનાં સમયે ગ્રામજનોને સહારો લેવા માટે આવી ડુંગરી ખુબજ ઉપયોગી થઈ પડતી હોય છે   એવી જ એક ડુંગરીના પથ્થર ખોદવા માટે સરકાર નાં ખાણ ખનીજ વિભાગ દ્વારા હરાજી કરવાની જાહેરાત કરાતા સ્થાનિક રહીશો અને તેની નજીક ના ગ્રામજનો વિરોધ કરતા અને તે ડુંગરી નુ ખોદકામ નહી કરવા માટે એક આવેદન બોડેલી ના પ્રાંત અધીકારી ને આપવામા આવ્યુ
બોડેલી તાલુકા ના પાટીયા ગામના  આ ડુંગરી ની આસપાસ રહેતા રહીશો ચિંતા મા મુકાયા છે તેઓએ જણાવ્યું હતું કે 1990 દરમિયાન ચોમાસા દરમિયાન પાણી આવતા તેઓએ અહી આશરો લઇ પોતાના પરિવારોના જીવ બચાવ્યા હતા આવી ફરી કોઇ વખત આફત આવે તો આવી નાની પતથરીયાળ નાની ડુંગરી  ખુબ આશીર્વાદ રુપ સાબીત થતી હોય છે તો અહી કેટલાક પર્યટકો પણ આવી અને ફોટા પડાવતા હોય  રોકાણ કરતા હોય છે તો અહી કેટલાક ગુજરાતી પીકચર ના સુંટીગ પણ થયા હોવાનુ જાણવા મળ્યું છે તો આ જગ્યા ને ડેવલોપ કરી વિકાસ કરવાના બદલે અહી ખોદકામ કરી આ જગ્યાને નુકસાન કરવાનુ કામ અમે કરવા દઇશુ નહી તેમ આ વિસ્તારના ગ્રામજનો જણાવી રહ્યા છે
જે બાબત ને લઇ બોડેલી ના તાલુકા સેવા સદન ખાતે પાટીયા ગામના રહીશોએ બોડેલી  પ્રાંત અધીકારી ઉમેશભાઇ શાહને ને આવેદન આપી હરાજી અટકાવવા અપીલ કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220514-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *